Posts

Showing posts from April, 2021

પીર રામદે પરણાવે તમે પરણો ભાટી હરજી, Ramde parnave tame parno bhati harji

  રામદે પરણાવે તમે પરણો ભાટી હરજી, આરે કળિયુગમાં અમને કુંવારા રહેવા દયો,                          રામદે પરણાવે તમે... હો લુગઈ આવે તો પીરજી દમડા રે માંગે, દમડા હું ક્યાંથી લઇ આવું મારા પીરજી, દમડા જોઈએ તો હરજી દમડા તને આપું, વાણોતર બની ને ઘરે આવું ભાટી હરજી,                          રામદે પરણાવે તમે... હો લુગઈ આવે તો પીરજી કપડાં રે માંગે, કપડાં હું ક્યાંથી લઇ આવું મારા પીરજી, કપડાં જોઈએ તો હરજી કપડાં તને આપું, દોશીડો બનીને ઘરે આવું ભાટી હરજી,                          રામદે પરણાવે તમે... હો લુગઈ આવે તો પીરજી ચૂડલો રે માંગે, ચૂડલો હું ક્યાંથી લઇ આવું મારા પીરજી, ચૂડલો જોઈએ તો હરજી ચૂડલો તને આપું, મણિયારો બની ને ઘરે આવું ભાટી હરજી, ...

માગણ ન જાય માગવા, દાતા ન ભણે ના,

  માગણ ન જાય માગવા, દાતા ન ભણે ના, માગણ ન જાય માગવા, દાતા ન ભણે ના, પરાઈ આ પીડા , (અહીં) સમજે નહી કોઈ શંકરા ! હોય જ્યારે દુઃખ હોય, માગે ત્યારે જ માનવી, (બાકી) નો’યે કોઈને નો’ય , (જગમાં) શોખ માગ્યાનો શંકરા ! અંતરના ઉંડાણની, (કો’ક) ભેદુને જ ભળાય, (પણ) ચોરે ના ચર્ચાય, (કોયદિ’) ચિત્તની વાતું શંકરા ! ઉંબરમાં અધશેર, (કોયદિ’) ઉપર આર મુકેલ નહીં, (પણ) ધડ પર થાશે ઢેર, (એકદિ’) છાણાં ને કાઠના શંકરા ! ગાદી તકિયા ને ગાદલાં, એ પણ હતાં કઠતાં, (એનેય) છાણાંની સેજે, (અમેં) સૂતા જોયા શંકરા ! દેવું ધન દિનને, નિત રટવું હરી નામ, કરવા જેવાં કામ, (અંહીયાં) સાચાં આ બે શંકરા ! દાનવ માનવ દેવને, સૂરાં ભગતાં સોત, મોડું કે વે’લું મોત, સૌને માથે શંકરા ! મુંવા પછી મનુષને, દેતાં અગ્નીદાગ, રોતાં તાણીને રાગ, (એતો) સ્વાર્થને સૌ શંકરા ! પવન પવનમાં મળે, માટી માટી થાય, (પણ) મમતા ના મુકાય, છેવટ સુધી શંકરા ! ભર્યા હોય ભંડારમાં, અન ધન અપરંપાર, (એમાંથી) ભાતામાં પઈ ભાર, (કોઈની) સાથે ના’વે શંકરા ! ભામન મનહરણી ભવન, સુત ભાઈ સમરાથ, એ સ્નેહી કોય સંગાથ , (કોઈનો) છેવટ ન કરે શંકરા ! હાજર હોય હરેક, સગાં કુટુમ્બી ને સેવકો, (પણ) અંતે એક...